દાનહ: મહારાષ્ટ્રમાં આવેલા જવાહર તાલુકાનાં પ્રકૃતિ /નિસર્ગ હોટેલ ખાતે કુકણા કોકણી કુનબી (ડાંગ) સમાજની બીજા રાષ્ટ્રીય મહા સંમેલનના આયોજન સંદર્ભે મળેલી બેઠકમાં ગતરોજ દાદરા નગર હવેલીના કુકણા સમાજના પ્રમુખ તરીકે શ્રાવણ ભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં Decision News ને મળેલી જાણકારી પ્રમાણે કુકણા સમાજના રાષ્ટ્રિય મહા સંમેલનનાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ફક્ત આદિવાસી સંસ્કૃતિ મુજબ કુકણા સમાજનું નૃત્ય, વેશભૂષા, વાજિંત્ર, હોવા જોઈએ. તેમજ દરેક જિલ્લાની એક અથવા બે કૃતિ હોવી જોઈએ. મહાસંમેલન ની થીમ કેવી હોવી જોઈએ તે અંગેની ચર્ચા કરવામાં આવી. મહાસંમેલનમાં વક્તા કેટલાં અને કયાં કયાં વિષય ઉપર બોલશે તેની ચર્ચા કરવામાં આવી. નિરર્થક આગતા-સ્વાગતા માટે સમય બગાડવો નહિ ની વાત કરવામાં આવી. મહારાષ્ટ્રમાં કુકણા સમાજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે તેજસ્વી તારલા વિદ્યાર્થી માટે ૧૦૦૦૦ દસ હજાર ની ઈનામ ભેટ  આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને કૈલાસ ગવળી સાહેબે આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.

દાદરા નગર હવેલીના કુકણા સમાજના પ્રમુખ તરીકે શ્રાવણભાઈ ચૌધરીની કરાઈ વરણી પ્રસંગે આદરણીય ડાહ્યાભાઈ વાંઢુ સાહેબ, બાબુકાકા, વિજય માહલા , ભરતભાઈ થોરાત, કપરાડા તાલુકા થી આશાબેન અને દિનેશભાઇ ખાંડવી સાહેબ, દક્ષાબેન અને રમતુભાઈ ચૌધરી, વીણાબેન અને નવિનભાઇ ભિંસરા, દાદરાનગર હવેલી થી શ્રાવણ ભાઈ ચૌધરી, ગુજરાત રાજ્યના કોર કમિટી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.