ધરમપુર: આદિવાસી વિસ્તારના મોટા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન એટલે ફૂલ જેવા બાળકોમાં વધી સતત વધી રહેલું કુપોષણ છે જેને નાથવું ખુબ જરૂરી છે ત્યારે ધરમપુરમાં INDIA FIRST FAMILY અને ડો. જાગૃત પટેલ દ્વારા એક પહેલ કરવામાં આવી રહી છે તેઓ કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર જરૂરીયાતમંદ બાળકોને જમાડીએ કુપોષણ દુર કરવા પ્રયાસરત રહે છે.

ડો. જાગૃત પટેલ જણાવે છે કે અમે INDIA FIRST FAMILY દ્વારા RAJPURI JUNGLE, ધરમપુરથી 20 km અને વલસાડથી 50 km દૂર અંતરિયાળ ગામમાં આવેલ ૧ થી ૫ ધોરણની શાળામાં બધા બાળકોનું (52) વજન અને ઊંચાઈ કરતા 30 બાળકોનું વજન અને ઊંચાઈ BMI (BODY MASS INDEX) પ્રમાણે કુપોષિત મળ્યા એમાંથી ૧૫ બાળકો જોઇએ તે કરતાં ઓછા વજનવાળા આવ્યા એમની ઉંમરના હિસાબે કે જે ઓછા વજનવાળા કુપોષિત કહી શકાય એવા જરૂરિયાતમંદ બાળકોને દરરોજ એક સમય જમાડવાનો અને બાળકોને કુપોષણમુકત (HEALTHY) બનાવવાનો લક્ષ્યાંક રખાયો છે

જેથી કોઈએ પણ એમનો જન્મદિવસની ઉજવણી કે સગા વ્હાલાની પુણ્યતિથી કે કોઇ અન્ય પ્રસંગ બાળકોને જમાડીને મનાવવો હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે રોકડા રૂપિયા નથી સ્વીકારતાં, અનાજ, કઠોળ, તેલ (groceries) સ્વીકારીએ છીએ

કુપોષણની કેટલીક હકીકતો
દુનિયામાં સંખ્યાની રીતે સૌથી વધુ કુપોષિત બાળકો આપણા ભારત દેશમાં છે
Global Hunger Index 2022 ના રિપોર્ટ મુજબ 117 દેશો માંથી ભારત દેશ નો નંબર 107મો છે (પાકિસતાન       99મો,બાંગલાદેશ ૮૪મો થી પાછળ)
ભારત દેશમા દર વર્ષે 20 લાખથી વધુ બાળકો કુપોષણ અને એના કારણે બીજા રોગો થવાથી મરી જાય છે

ડો. જાગૃત પટેલનું માનવું છે કે નાના બાળકોમા ભગવાન રહેલા હોય છે. તો ચાલો ભગવાનના જીવિત રૂપને જમાડીએ કદાચ મંદિર, મસ્જિદ, ચર્ચમાં બેઠેલો ભગવાન વધુ ખુશ થશે બાળકો આપણા ભારતદેશનુ ભવિષ્ય છે આપણા દેશનો વિકાસનો મુખ્ય આધાર બાળકો પર રહેલો છે