વાલિયા: ગતરોજ રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત ગત ભરૂચના વાલીયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સ્વ સહાય જુથને માટે વાલીયા તાલુકા મથક ખાતે “CRP” તાલીમ યોજાઈ હતી. જેમાં હેતુથી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત વાલીયા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સ્વસહાય જુથને CRP બહેનોને લખપતિ દીદી કોઇ રીતે બની શકે તેના હાલની સ્થિતિમાં કોઇ સ્થાન જગ્યાએ છે, તેમાંથી લખપતિ બની શકે તેવા હેતુથી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પંચસુત્રનું અવગત કરવામાં આવ્યા અને સરકારશ્રી વિવિધ યોજનાઓ ગ્રામ્ય કક્ષાએ લેવલે બહેનો લાભ લેવા અવગત કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં સીતાબેન સુરેશભાઇ વસાવા તાલુકા પ્રમુખ વાલીયા, જિલ્લા લાઇવલીહુડ મેનેજર પ્રવિણ વસાવા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પ્રદીપ વસાવા, માસ્ટર ટ્રેનર અને તાલુકા લાઇવલીહુડ મેનેજર નેત્રંગ દિવ્યાંગ વસાવા અને વિજય વસાવા તાલુકા લાઇવલીહુડ મેનેજર અને તાલુકા સ્ટાફ ઉપસ્થિત રહ્યા. જેમાં CRP તાલીમમાં 40 બહેનોએ તાલીમ લીધી.