વાંસદા: શ્રી વાંસદા તાલુકા કેળવણી સંચાલિત મંડળ શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદામાં પ્રાથમિક માધ્યામિક અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગના સંયુક્ત કમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક મહોત્સવ ઉડાન યોજાયો પણ આ મહોત્સવની ખાસ ઉજવણીનો થીમ શ્રી રામલલ્લાના મહોત્સવના ઉજવણીને સમર્પણ કરવાનો ઉમદા પ્રયાસ કરાયો હતા. જ્યારે આખું ભારત રામમય થઈ રહ્યું હોય તેવામાં શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદા પણ વાર્ષિક મહોત્સવમાં રામમય વાતાવરણ સર્જાયું હતું. શાળા 1001 દીવડાથી જગમગી ઉઠ્યું હતું. જે વાતાવરણ દિવાળી મહોત્સવનું બન્યું હતું.

જુઓ વિડીઓ..

Decision news ને મળેલી વિગતો મુજબ વાર્ષિક મહોત્સવમાં પ્રાર્થના, દિપ પ્રાગટય, મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત, અને શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું. તેઓ આ કાર્યક્રમને ઉડાન આયોધ્યાનું નામ આપ્યું હતું. ત્યારબાદ પ્રાથમિક વિભાગ નાના નાના ભૂલકાઓ દ્વારા સ્વગાત ગીત , આમચા બાપાના ગણપતિ આનલા ,દિલસે છોટાસા, હવા હવાઈ રજૂ કરી સૌનું દિલ જીતી લીધું હતું. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા સાબરકાઠાનો સાહુકાર – ગરબો, માઇમ સ્વચ્છતા આધારિત ,નાગર નંદજીના લાલ, હમ કથા સુનાતે, કાલબેલિયા રાજસ્થાની નૃત્ય ડાંગીનૃત્ય, દેવાશ્રી ગણેશા, એ વતન વતન મેરે આબાદ રહે તુ, મેરે ઘર રામ આયે હૈ, રામચરિત્ર- રામ રામ જ્ય રાજા રામ, આરંભ હે પ્રચંડ હે, ટેટુડો, ખલાસી ગુલાબી સસરા, રંગીલા રણછોડ જેવાં મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ કાર્યકમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે જીવનમાં સફળ થઈ પોતાની સ્કૂલમાં મહેમાન તરીકે હાજર રહ્યા હતા. ભગીરથ ભાઈ દ્રિવેદી, એડવોકેટ વંદનાબેન દ્રિવેદી ડો.મયુર ડો.રોહન ચરિવાલા પટેલ, એડવોકેટ મનીષભાઈ ભાવસાર, ગૌરાંગ સૌની ડૉ. મિતુલભાઈ દલાલ, તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ પરમાર, શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ,મંત્રી અને શાળાના ટ્રસ્ટીઓ અને શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર પ્રાથમિક વિભાગના આચાર્ય સંદીપસિંહ પરમાર, શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યકમનું સંચાલન શાળાના વિદ્યાર્થી ઇશા અને સૈયદ અજમેરી કર્યુ હતું.