વાંસદા: આજે અમુક લોકો છેતરીને પૈસા કમાવાનો એક ધંધો લઈને બેઠા છે. આપણે આખો દિવસ ધંધો કરી જે 500 1000 નો ધંધો કરી છીએ તેવામાં આપણા ફોન પર તમારામાં રૂપિયા ટ્રાસ્ફર કર્યા છે તે મને મોકલી આપો એવા આવા કોલ, મેસેજ અને સ્ક્રીનશોટ મોકલવામાં આવે છે અને આપણા લોકો એમાં ફસાઈ જાય છે આવો કિસ્સો મારા સાથે બન્યો હતો હું તો બચી ગયો પણ આ આવો કોઈ તમારા ખિસ્સા ખાલી ન કરી જાય એ માટે તમને આગાહ કરી રહ્યો છું..
Decision News સાથે વાત કરતાં દિનેશભાઈ જણાવે છે કે મારા પર પણ આવો જ કોલ આવ્યો હતો. જેમા મારી સાથે નામ જોગ વાત કરી અને જાણે મને ઓળખીતા હોય એ રીતે વાત કરાઈ હતી. મને પણ એ રીતે જ વાત કરી કે મારે એક જણ પાસેથી પૈસા લેવાના છે પણ મારુ ગુગલ પે બંધ છે. એવુ કહી તમારામાં હું ટ્રાસ્ફર આપુ છે. એ પૈસા મારામાં મોકલી આપજો. મે હા પાડી પછી ટેક્સ મેસેજ આવ્યો અને સ્કીન સેટ મોકલાવયો ને તરત ફોન આવ્યો કે ભાઈ પૈસા મોકલી આપ્યા છે તો મને મોકલી આપો. મે કીધુ કે ભાઈ આવી રીતે ટેક્સ મેસેજ અને સ્કીન શોટથી કઈ પૈસા આવતા હોય ? તમે અમને શું અભણ સમજો જો કે શું ? એવુ કીધુ પછી પણ માનવા તૈયાર ન થયા પછી મે પુછયુ કયાંથી બોલો છો. એવુ કીધુ એટલે એને સમજ પડી ગઈ કે હવે આપણુ કામ નહી થાય એટલે ગાળ બોલીને ફોન કટ કરી દીધો.
સાંભળો ફોનકોલનો ઓડિયો..
આ મેસેજ ને લોકો સુધી પોહ્ચાડવાનો મુખ્ય ઉદ્દેશ એટલો છે કે, કોઈ આપણુ વડીલ કે કોઈ વ્યક્તિના પરસેવાની કમાણી એક સેકન્ડમાં આવા લુંટારા લોકો હડપી ન લેઈ છે. માટે આવા લે-ભાગું લોકોથી સાવધાન રેહજો. આવો એક કિસ્સો થોડા દિવસ પહેલા ખેરગામના પાણીખડક ગામના શિક્ષક સાથે પણ બની ગયો છે. જેના કમાણીના 25 તેમને ગુમાવ્યા હતા.

