બોડેલીના અલીપુરા ચોકડી સર્કલ પાસે ભારત રત્ન વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવા મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, બોડેલી બાર એસો.પ્રમુખ લલિતચંદ્ર રોહિત તેમજ આગેવાનોએ રૂબરૂ આવેદનપત્ર આપી રજુઆત કરી છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આવેદનપત્રમાં જણાવેલ છે કે, સમાજ કલ્યાણ વિભાગ, છોટાઉદેપુર ધ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ની ગ્રાંટ માંથી ‘‘ભારત રત્ન’’ વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા આપવામાં આવેલી છે.જે પ્રતિમા હાલ અલીપુરા ગ્રામ પંચાયત હસ્તક જાળવણી હેઠળ મુકેલી છે. સદર પ્રતિમા મુકવા માટે ની જગ્યા અલીપુરા સર્કલ પર નકકી કરવામાં આવેલ છે. અને ત્યા પ્રતિમા મુકવા માટેનુ સ્ટેન્ડ પણ મુકી દેવામાં આવેલ છે. પરંતુ પ્રતિમા મુકવામાં આવેલ નથી. કલેકટર, છોટાઉદપુર ને આ બાબતે અસંખ્ય વખતે લેખીત તથા મૌખીક રજુઆત કરવામાં આવેલ છે તેમ છતાં આજદિન સુધી સદર બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.
મંત્રીને રજુઆત કરતા માંગણી કરાઈ છે કે, કલેકટર, છોટાઉદેપુર ને આ બાબતે ગંભીરતાથી આ રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક ધોરણે ‘‘ભારત રત્ન’’ વિશ્વ વિભૂતિ બંધારણના ધડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા તેઓના જન્મ દિવસ ૧૪ એપ્રિલ ૨૦૨૪ પહેલા પ્રસ્થાપિત કરવામાં આવે તેવી અમારી માંગણી છે. અને સદર પ્રતિમાના ઉદધાટન પ્રસંગે મંત્રીની ઉપસ્થિતિ રહી તેમના વરદ હસ્તે ઉદધાટન થાય તેવી લાગણી દર્શાવાઇ છે.

