વાંસદા: કેલિયા  પ્રા. શાળાનો 72 મો  શાળા સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી પ્રગતિ ગૃપ  દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ પણ ડો. ભાવેશભાઇ દેશમુખના અધ્યક્ષ પણા  હેઠળ  યોજાયો સુશ્રૃષા બ્લડ બેંક નવસારીથી ડોકટરો આવ્યા હતા. ગામના પ્રથમ નાગરિક સરપંચ બહેન રાધાબેન પી ગાંવિત એ બ્લડ આપી એક ઉતમ ઉદાહરણ પૂરુ પાડ્યું હતુ.

જુઓ વિડીઓ…

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ સાથે શાળાની સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે જિ. પ્રા. શિક્ષણાધિકારી સાહેબશ્રી અગ્રવાલ અને નાયબ જિ.પ્રા.શિ.શ્રી નવિનભાઇ પટેલ તેમજ ડાયટ માંથી ડો. મનિષભાઇ પટેલ, બી.આર.સી કો. ઓડિનેટરશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે નવસારી સી.આર.સી કો. ઓડિનેટર ધરમસિંહ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં શાળાનો સ્ટાફ, કોચિંગ ક્લાસનો સ્ટાફ, સી.આર.સી  તેમજ ગામ આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

        DPEO  સાહેબશ્રી એ કેક  કાપી અને  બાળકોને જીવનમાં આગળ  વધવાની શુભેચ્છાઓ આપી હતી. સમગ્ર  કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઇએ કર્યુ હતુ અને વિક્રમભાઇ, અશોકભાઇ પટેલએ ફોટોગ્રાફી કરી હતી.શાળાના ઉ.શિક્ષકશ્રીએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.