ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના સાતવાંકલ ગામે વિન્ટર ટ્રોફી 2024 નું આયોજન રામદાસ ભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ની શરૂઆત 13/01/2024 ના દીને ક્રાંતિકારી બિરસામુંડા ને હાર દોરા કરીને કરવામાં આવ્યુ હતું.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ આ ટુર્નામેન્ટ માં વિવિધ ગામોની 32 ટીમો એ ભાગ લીધો હતો. જેમાં સામરસીગી ટીમ વેજતા રહી જેને 22,222/- રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી, અને ખડકીની ટિમ રનર્સઅપ રહી હતી જેને 11,111/-રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી

આ પ્રસંગે મોહનાકાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી, ભેંસદરા ગામના સામાજિક આગેવાન ટીકુ ભાઈ, અંકુર પટેલ, વહિયાળ ગામના માજી સરપંચશ્રી દિલીપ પટેલ, હિરેન પટેલ, સહયોગ એગ્રો ધરમપુરના નિતેશ ગવળી, રાહુલ પટેલ, સુનિલ પટેલ, યુથ પ્રમુખ કામરાન ભાઈ, રમતું ભાઈ માજી સરપંચશ્રી આબોસી અને જે ત્યાં બોલાવી અમારું બહુમાન કર્યું.