વાંસદા: રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે સરકારશ્રી દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અંતર્ગત બાળકોમાં રહેલ વિવિધ શક્તિઓની ઉજાગર કરી આગળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો અનોખો પ્રયાસ થકી જુદા જુદા વયજૂથની સ્પર્ધાઓમાં પ્રજ્ઞા સૌરભ હાઈસ્કૂલના બાળકો એ મેદાન માં ઉતરી પોતાનો ડંકો વગાડ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ હાલ શરૂ થયેલ સ્પર્ધાઓમાં રસ્સાખેંચ અંડર 17 બહેનો પ્રથમક્રમે, અંડર 17 ભાઈઓ બીજા ક્રમે, ઓપનમાં ભાઈઓ ત્રીજા ક્રમે,ચેસ સ્પર્ધામાં બીજા ક્રમે, કબડ્ડીમાં ત્રીજો પ્રાપ્ત કરી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે આ સ્પર્ધાઓમાં શાળાના 19 બાળકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે. આ તબક્કે મંડળના પ્રમુખ, મંત્રીશ્રીએ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા.

શાળાના આચાર્યશ્રી આર.જે. થોરાતે વિજેતા તમામ બાળકો અને ભાગ લીધેલ બધાજ બાળકો તથા તૈયાર કરાવનાર શિક્ષક મિત્રો અખતરભાઇ, એસ.એન.પી, જે.ઝેડ.જી., એ.જે.એસ.ને આગળ જિલ્લામાં પણ આજ રીતે ઉત્તમ પ્રદર્શન કરી આગળ વધવા માટે હાંકલ કરી બિરદાવ્યા હતા.