ચીખલી: રાનવેરીકલ્લા ગામે સુરત નાસિક અહમદનગર હાઈવે ના સર્વે દરમિયાન થોડા દિવસ પૂર્વે થયેલા ઘર્ષણમાં નોંધાયેલા રાઈટિંગના ગુનામાં સેશન કોર્ટ દ્વારા આરોપીઓના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ રાનવેરીકલ્લમાં 4 જાન્યુઆરીના ગુરુવારના રોજ સુરત નાસિક અહમદનગર હાઈવે માટે જમીન સંપાદનના હેતુસર ડ્રોન સર્વે દરમિયાન હાઈવે ઓથોરિટીની એજન્સીના સ્ટાફ સાથે ઘર્ષણ થતાં પાંચ વ્યક્તિઓ સામે પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો નોંધાયો હતો.

આ ગુનાના આરોપીઓ દ્વારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરાતા મુખ્ય સત્ર ન્યાયાધીસ કાજલ દવે દ્વારા ઉપરોક્ત પાંચેય આરોપીઓના આગોતરા જામીનની અરજી ગ્રાહ્ય રાખી શરતોને આધીન તેઓના આગોતરા જામીન મંજૂર કરાતાં જેને લઈને આરોપીઓને મોટી રાહત થઈ હતી.