વાંસદા: 16 જાન્યુઆરીના દિવસે વાંસદા તાલુકાના ભીનાર ગામે પ્રાથમિક મુખ્ય શાળા ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસદા તાલુકાના રાણી ફળિયાના શ્રી હોસ્પિટલના ડો.લોચન શાસ્ત્રી અને ડો. સ્મિતા પટેલ તથા સ્ટાફની સેવા સરાહનીય રહી હતી.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વાંસદા તાલુકાના ભીનાર ગામે તારીખ 16 જાન્યુઆરીના રોજ ભીનાર પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભીનાર મુખ્ય શાળા તથા દેસાઈ ફળિયા વર્ગશાળાના મળી ૨૧૧ જેટલા બાળકોની આરોગ્યની તપાસ કરી હતી. બાળકોની લોહીના તપાસ કરી દરેક બાળકને એમનાં બ્લડ ગૃપ નાં કાડૅ બનાવી આપવામાં આવ્યા.આ કેમ્પમાં શ્રી હોસ્પિટલના ડોક્ટર લોચન શાસ્ત્રી અને ડોક્ટર સ્મિતા પટેલ તથા તેમના સ્ટાફે સેવા આપી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર.ડી દેસલે., માજી ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારી હરિશી ભાઈ, હનુમાનબારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ઉમેશભાઈ,એસએમસી અધ્યક્ષ હિતેશભાઈ, શાળા ના આચાર્ય મુકેશભાઈ, ગામના પ્રશાંતભાઈ તથા શિક્ષકો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય મુકેશભાઈએ સૌનો પુષ્પ આપી સ્વાગત કર્યું હતું.

આ કેમ્પમાં શાળાના શિક્ષકોએ ખુબ સરસ રીતે બાળકોના આરોગ્યની વ્યવસ્થિત તપાસ થાય એવું સુચારુ વ્યવસ્થિત આયોજન કર્યું હતું. ડોક્ટર લોચન શાસ્ત્રીએ બાળકોને સંબોધન કરતા પોતાનું આરોગ્ય કઈ રીતે સાચવવું અને બ્લડ ગ્રુપ વિશે માહિતી આપી હતી. સાથે જ આપણા શરીરમાં લોહીની ઉપયોગીતા વિશે બાળકોને સમજણ આપી હતી અને દરેક બાળકને 18 વર્ષથી ઉપરની ઉંમર થાય પછી સમયાંતરે રક્તદાન કરવા માટે સૂચન કર્યું હતું.