ખેરગામ: ઘણા મહિનાઓથી ખેરગામ વિસ્તારમાં પોલીસના હોવાનો ધાક બતાવી રાહગીરો પર નામે તોડપાણી કરતાં બે વગર વર્દીના ફોલ્ડરિયા સામે ધરમપુરના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા ખેરગામના મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ઉચ્ચ અધિકારીઓને પણ રીપોર્ટ કરવામાં આવ્યો છે..

Decision News ને મળેલી માહિતી મુજબ ખેરગામ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી બે વ્યક્તિઓ પોલીસ હોવાનો ધાક બતાવી મોદી રાતે મુસાફરી કરતાં લોકો પર તોડપાણી કરી લેતા હતા અને લોકો પણ આ વિષે ફરિયાદ કરતા નહિ એટલે મામલો રફે દફે થઈ જતો પણ ધરમપુર તાલુકા પંચાયતના આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સાથે આ ઘટના બની અને સમગ્ર મામલો બહાર આવ્યો.

કલ્પેશ પટેલ જણાવે છે કે ચાર દિવસ પહેલા રાત્રે 12:15 વાગ્યાના અરસામાં અમે ગાડી લઈને ગૌરી ગામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્વિફટ કાર નં. GJ- 21-1700 નંબર ની તેમની ગાડીની આગળ આવીને ઊભી રહી ગઈ હતી અને તેમાંથી ઉતરેલ વર્દી વગરના બે વ્યક્તિએ પોલીસ હોવાની ઓળખ આપી તેમને તોડપાણી કરવાના બદઈરાદે હેરાન કરવાનું ચાલુ કર્યું હતું.

ત્યાર બાદ કલ્પેશ પટેલે તપાસ કરી તો તેમની પૂછપરછ કરનાર માણસ ખેરગામ મામલતદારનો ડ્રાઇવર હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને કલ્પેશ પટેલે ખેરગામ મામલતદાર કચેરી સહીત પોલીસને આ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. જો આ બંને વ્યક્તિ સામે કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે તો અમે ખેરગામ મામલતદાર કચેરીની સામે ધરણા પ્રદર્શન કરીશું.