કપરાડા: વર્તમાન સમયમાં કપરાડા તાલુકામાં હત્યા અને આત્મહત્યા કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે નાનાપોઢાંમાંથી વહેતી પાર નદીના કિનારે એક અજાણી મહિલાની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે કપરાડા તાલુકામાં હત્યા અને આત્મહત્યા કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે નાનાપોઢાંમાંથી વહેતી પાર નદીના કિનારે એક અજાણી મહિલાની લાશ મળી આવી છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પોહચી હતી.

કપરાડા તાલુકામાં મોટાભાગના આદિવાસી વિસ્તાર છે અને અહી ગામડાઓમાં હત્યા અને ગુમનામ લાશ મળ્યાના લઈને લોકો પોલીસનો ગુનેગારોમાં ડર નથી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે અને પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે