નેત્રંગ: જિલ્લા શિક્ષણ અધિકારી મેડમશ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ “આત્મવિશ્વાસ હેલ્પલાઇન” અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ,જે અંતર્ગત નેત્રંગની એમ.એમ ભક્ત હાઇસ્કુલ ખાતે તારીખ 08- 01 -2024 ને સોમવારના રોજ SSC /HSC ના બોર્ડની એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ કાઉન્સિલિંગ સેશનમાં વિદ્યાર્થીઓને પરીક્ષા ના સંદર્ભમા પ્રોત્સાહન આપવા તેમજ પરીક્ષાનો ભય ,તણાવ ,ચિંતા દૂર કરવા તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે શાળાના પ્રાર્થના હોલ ખાતે 11થી 1 દરમિયાન કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 10 ના આશરે 260 જેટલા વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 ના 150 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેશનમાં કાઉન્સિલર તરીકે દિવાન ધનજીશા હાઇસ્કુલ જગડીયા ના ગણિત /વિજ્ઞાન શિક્ષક શશીન શાહ સાહેબ તેમજ એચ.એસ શાહ હાઇસ્કુલ જંબુસરના ફૈઝલભાઈ ભાણાભાઈ અંગ્રેજી વિષયના કાઉન્સિલર તરીકે જોડાયા હતા. શાળાના આચાર્યશ્રી આર .એલ.વસાવા સાહેબ તેમજ સુપરવાઈઝર શ્રી પ્રમોદ સિંહ ગોહિલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા મળી રહે તે માટે પ્રસંગિક ઉદબોદન કર્યું હતું અને સમગ્ર સેશન દરમિયાન વિદ્યાર્થીઓ સાથેના પ્રશ્નોત્તરીમાં સક્રિય રીતે હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
શશીનભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓને MIND ( મન)ના બે ભાગ કે જેમાં ચેતન મન અને અવચેતન મન નો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી અભ્યાસમાં ઉપયોગ કરીને અસરકારક રીતે પરિણામ સુધારવામાં કઈ રીતે મદદ મળે છે ? તેની વિસ્તારથી સમજૂતી આપવામાં આવી હતી. સાથે ફૈઝલ સાહેબ દ્વારા RRR નો અભિગમ અંતર્ગત READING , REVISION, RELEX નો વિદ્યાર્થીઓ અભ્યાસમાં સમયાંતરે અમલ કરી કેવી રીતે સફળતા મેળવી શકે છે તેની સમજૂતી આપવામાં આવી હતી . બંને કાઉન્સિલર મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના સરળ ભાષામાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી ઉત્તરો આપી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થાય તે માટે કાઉન્સિલિંગ સેશનમાં કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ.