ડાંગ: ડાંગની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપના જ નેતાઓની મનમાની ચાલતી હોવાનો આરોપ લગાવી કોંગ્રેસ દ્વારા ડાંગ જીલ્લા સેવા સદન’નું નામાંકરણ ‘ભાજપ જીલ્લા સેવા સદન ડાંગ’ કરવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબશ્રી ને APMC માર્કેટમાં ભાજપની એક મિટિંગ નું આયોજન થયેલ હતું. તે બાબતે આવેદન પત્ર આપેલ જેમાં 15 દિવસમાં APMC ના ચેરમેન અને અધિકારી પર કાર્યવાહી કરવા આવેદન પત્ર આપેલ જે બાબતે ડાંગ જીલ્લા પ્રશાસન દ્વારા આજદિન સુધી કોઈ પણ પ્રકાર કાર્યવાહી કરવામાં નથી. અને અમોને લેખિતમાં જાણ કરવામાં આવેલ નથી. એ બાબત થી સાબિત થાય છે કે ડાંગ જીલ્લામાં ડાંગ જીલ્લા પ્રશાસન ગુજરાત સરકારના નિયમો નેવે મૂકી જાણે ડાંગ જીલ્લા પ્રશાસન નહીં પણ ભાજપ પ્રશાસનનું રાજ ચાલતું હોઈ તેવું સ્પષ્ટ સાબિત થતું છે. માટે અમો તારીખ 16/01/2024 અમો તમામ કચેરીમાં દા.ત. ડાંગ જીલ્લા સેવા સદનનું નામાંકરણ ભાજપ જીલ્લા સેવા સદન, ડાંગ કરવા અને આહવા, વઘઇ, સુબીર તાલુકા પંચાયતના બદલે વઘઇ, આહવા, સુબીર તાલુકા પંચાયતના બદલે ભાજપ તાલુકા પંચાયત નામકરણ કરવા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે.

આ બાબતે તમામ પ્રકારની જવાબદારી ડાંગ જીલ્લા પ્રશાસન ની રહેશે. હજુ પણ અમોને માહિતી મળે છેકે આવી અન્ય બાબાતે પણ APMC મિટિંગ ચાલુ રહે છે. જો આ બાબતે 16/01/2024 સુધી APMC ના ચેરમેન અને અધિકારી કર્યોવાહી નહીં કરવામાં આવે અને અમોને જે પણ કર્યોવાહી કરશો એની એક નકલ અમોને મોકલશો તો આમો ઉપરોક્ત વિષયે નામાંકરણ કરી વિરોધ પ્રદર્શન કરીશું.