ભરૂચ: હાલમાં જ ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના 20 વર્ષ કરતા વધુ સમય સજા ભોગવેલ હોય તેઓની સારી વર્તણૂક હોય એવા ત્રણ કેદીઓને ગુજરાત રાજય સરકારના ધોરણો મુજબ વહેલી જેલમુક્તિ કરવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ જિલ્લા ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી (1) કેદી નંબર 32 701 ભાઈલાલ ગોપાલભાઈ વસાવા (2) કેદી નંબર 32 70 2 અભેસિંગ ગોપાલભાઈ વસાવા(3) કેડી નંબર 32 7 03 પ્રફુલચંદ્ર રતિલાલ વસાવા ના ઓને 20 વર્ષ કરતા વધુ સમય સજા ભોગવેલ હોય તેઓની સારી વર્તણૂક હોય સરકારશ્રીના નક્કી કરેલ ધારા ધોરણો મુજબના પાત્રતા ધરાવતા હોય તેવા સી.આર.પી.સી. ની કલમ -433 (એ) મુજબ મજકૂર કેદીઓની કેડીઓની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક શ્રી દ્વારા ઝડપી કાર્યવાહી કરી અધિકારીઓનાં અભિપ્રાય અને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા આ સજા ભોગી રહે કેદીની વહેલી જેલ મુક્તિ માટે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રીને બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિ માટે આદેશ આપવામાં આવ્યા હતા.

ઇન્ચાર્જ અધિક્ષક શ્રી એન પી રાઠોડ દ્વારા ચાર એક 2024 ના રોજ જેલ મુક્તિ કરી સારા અને ઉજવળ ભવિષ્યની કામના સાથે વિદાય કરેલ જેલ મુક્ત થતાં પરિવારજનોમાં નો માહોલ સર્જાયેલ અને છુટયા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતા લાગણી સફળ દ્રશ્યો સર્જાયા હતા