ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાના 7 મી જાન્યુઆરીના દિને નેત્રંગમાં અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન જાહેર સભા સંબોધી સમર્થન આપવાના છે ત્યાર બાદ બંને રાજપીપળાના નવા સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ બાદ 8 મીએ સવારે જેલમાં ચૈતર વસાવાને મળવા જશે એવી લોક્વાતો સાંભળવા મળી રહી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન ચાર્ટર પ્લેનમાં 7મી જાન્યુઆરીએ સવારે સુરતમાં ઉતરશે અને ત્યાંથી કારથી બાઈ રોડ નેત્રંગની જાહેર સભામાં જશે. જાહેરસભા પૂર્ણ થયા પછી બંને ચૈતર વસાવાના ગામ બોગજ ખાતે એમના પરિવારની મુલાકાતે જવાના હોવાની પણ સુત્રો દ્વારા માહીતી મળી રહી છે.

બાદમાં અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન રાજપીપળાના નવા સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરી બીજે દિવસે 8મીએ સવારે જેલમાં ચૈતર વસાવાને મળવા જશે એમ સ્થાનિક લોકો કહી રહ્યા છે. આ બાબતે જેલ પ્રશાસનની મંજુરી મળી છે, પંરતુ નર્મદા પોલીસના જણાવ્યા અનુસાર હજુ બોગજ ગામ કે નર્મદા જિલ્લામાં અન્ય જગ્યાએ જશે એ અંગે પોલીસને જાણ નથી કે મંજૂરી માંગી નથી. બંને મુખ્યમંત્રીનો રૂટ કે પ્રોગ્રામ આવ્યો નથી. ત્યારે હવે તંત્ર અરવિંદ કેજરીવાલ અને ભાગવત માનને તંત્ર મંજૂરી આપશે કે નહિ એ જોવું રસપ્રદ રેહશે.