વાંસદા: હાલમાં વાંસદા તાલુકા પંચાયતના ભાજપી સભ્યોના અમાન્ય વિચિત્ર ઠરાવ પસાર કરવામાં આવતા સરપંચોમાં ભારે વિવાદનો સુર ઉભો થતા રાજકારણ ગરમાયુ હતું આખરે આ મામલે ચુંટાયેલા ભાજપી સભ્યોએ નમતું જોખવાનું વલણ અપવાનીને સામન્ય સભામાં મંડળી પ્રથા નાબૂદ કરવાનું વલણ અપનાવી ઠરાવ રદ કરતા સરપંચોની જીત થવા પામી છે

Decision News એ મેળવેલી માહિતી મુજબ વાંસદા તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલ સામન્ય બેઠકમાં મંડળી રચના મામલે મળેલ સામન્ય સભામાં ઠરાવ દ્વારા રદ કરીને સરપંચો સાથે સમાધાનકરી આખરે અમાન્ય વિચિત્ર થતાં ઠરાવ રદ કરાયો તાલુકા પંચાયતના ચૂંટાયેલા ભાજપી સભ્યો પોતાની મનમાની ચલાતા ભાજપ શાસિત તા.પં.ની સામન્ય બેઠકમાં એક મહત્વનો નિર્ણયો લેવાયો હતો. જાણો શુ હતો આ ઠરાવ અને કેમ થયો તેનો વિરોધ હાઇકોર્ટ તેમજ ગુજરાત રાજ્ય દ્વારા અમલમાં મુકાયેલ સરકારી પરી પત્ર મુજબ.વિકાસના કામોમાં ગ્રા. પં. એક લાખ થી પાંચ લાખ રૂપિયા સુધીના કામો કરવાની સત્તા મળેલ છે પરંતુ ભાજપના કેટલાક ચૂંટાયેલા સભ્યો અને ભાજપના હોદ્દેદારો દ્વારા પોતાના મળત્યાઓની ભાગીદારીથી બનાવેલ એજન્સીને કોન્ટ્રાક્ટના કામો મળી રહે તે માટે ઘણા સરપંચો બધારૂપ બનતા હોવાના કારણે ટીડીઓ દ્વારા સ્થાનિક રાજકીય બાબુઓના ઇશારે ગ્રા.પં.વિરોધી એક અન્યાયરૂપી અમાન્ય ઠરાવ કરી નાખ્યો હતો જેમાં ભાજપનું એક અસંતુષ્ટ જૂથ મંડળીના નામે પોતાના પાસા ગોઠવતા હોવાની અટકળો થઇ રહી હોવાથી આ મુદ્દે છેલ્લા કેટલાય દિવસોથી હોબાળો મચતા અસંતુષ્ટ ભાજપી સદસ્ય રાજકારણમાં ચર્ચાનું કારણ બનવા પામ્યા હતા.

ભાજપી અસંતુષ્ટ જૂથ દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે. ગામડાઓ આગળ લાવવાની વાતો કરે છે પરંતુ અમુક ચૂંટાયેલા સભ્યો સરપંચોને સાઈડ લાઇન કરીને એક થી પાંચ લાખ સુધીના સરપંચ હસ્તકના કામો કરવાનો અધિકાર ઝૂંટવી લઈને પોતે જ બધો વહીવટ કરવા માંગે હોવાથી આ બાબતે સરપંચો ભેગા મળીને ઉગ્ર-આંદોલન કરવાની ચીકમી આપતા જ સરપંચો સામે ભાજપ મોવડી મંડળ ફરી એકવાર ઢળી પડી હોવાનું જણાઇ રહ્યું છે જેમાં જૂની કહેવત પ્રમાણે થૂંકેલું ફરી ચાટવું પડ્યું સમાન સ્થિતિ સર્જાઈ છે હાલ તો ભાજપી સત્તાધીશોએ કરેલી ભૂલ સ્વીકારી ઠરાવને રદ કરીને આખરે સરપંચો સામે નમતું જોખ્યું છે