વાંસદા: થોડા દિવસો પહેલાં વાંસદાના મનપુર, ધાકમાળ, કુરેલીયા, સતિમાળ જેવા ગામોમાંથી લગભગ 92 હજારનો 2500 મીટર જેટલો વીજ વાયર ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે ચોરોને પકડવામાં વાંસદા પોલીસ સફળ થયાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો નાયબ ઇજનેર જે.જે.ધનગરે વાંસદાના મનપુર, ધાકમાળ, કુરેલીયા,સતિમાળ ગામોમાંથી લગભગ 92 હજારનો 2500 મીટર વીજ વાયર ચોરી થઇ ગયો હતો ની ફરિયાદ નાયબ ઇજનેર જે.જે.ધનગરે કરી હતી. તે આધારે વાંસદાના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમી આધારે શંકાસ્પદ વ્યક્તિઓને દબાણથી પૂછપરછ કરતા સત્ય સામે આવી ગયું હતું.
વાંસદા પોલીસની પુછપરછ સામે આવ્યું છે કે વાંસદાના ધાકમાળ ગામના બિપીન પટેલ,વન મનપુર ગામના કૃણાલ ગાયકવાડ, ડોલવણ તાલુકાના વરજાખણ ગામના રોશન કોંકણી દ્વારા વીજ વાયરો જુદી જુદી જગ્યાએથી ચોરી ઉનાઈના મહેશ ગુપ્તા અને આશિષ ગુપ્તાને વેચ્યો હતો. હાલમાં વાંસદા પોલીસે આ બધા ચોરોની ધરપકડ કરી 1.41 લાખનો માલ જપ્ત કર્યો છે.

