ધરમપુર: ઈન્ફોટેક ફાઉન્ડેશન, અમૂલ, એસ.એ.પી દ્વારા ધરમપુર તાલુકામાં 02 જાન્યુઆરી 2024 ના રોજ માકડબન ગામમાં આવેલી કેન્દ્ર શાળામાં પ્રથમ કોડ ઉન્નતિ હેઠળ કમ્પ્યુટર પ્રોગ્રામ અને ઇંગ્લિશ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. તેને અંતર્ગત શાળા લેવલનો ડિજિટલ મેળા અને ઇંગ્લિશ ફેસ્ટ પ્રોગ્રામ કરવામાં આવ્યો.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8 ધોરણના બાળકો દ્વારા અલગ અલગ મોડલ અને અંગ્રેજી ભાષામાં ગ્રામરના અલગ અલગ ટી એલ એમ બનાવીને બાળકો રસ પૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો, એસ.એમ.સી ના સભ્યો, આચાર્ય શ્રી રોબનભાઈ પટેલ, શાળાના શિક્ષકો, બાળકોના વાલીઓ અને કોમ્પ્યુટર પ્રોગ્રામનાં ટીમ લીડર દિવ્યેશભાઈ ગાંવિત તેમજ ઈંગ્લિશ પ્રોગ્રામનાં ટીમ લીડર રશિદા વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ  પ્રોજેકટમાં 1 થી 4 ધોરણના બાળકોને જે નિપુણ ભારત અભિયાન ચલાવવાાંમાં આવે છે તેમાં ભાષા અને ગણિત વિષયના મોડલ તેમજ 5 થી 8 ધોરણના બાળકોએ કમ્પ્યુટર શિખી સરસ પ્રવૃત્તિ કરી હતી. જેમાં કમ્પ્યુટરમાં અનિલ હાડળ તથા અંગ્રેજીમાં મહેશ બરફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.