વાંસદા: ભારતભરમાં ત્રીજી જાન્યુઆરીએ આદિવાસી વિસ્તારોમાં ભારતીય સંવિધાન સભાના સભ્ય મરાન્ગે ગોમકે “સર્વોચ્ચ નેતા” જયપાલસિંહ મુંડા જન્મજયંતીની ઉજવણી કરતાં વાંસદા તાલુકાના ભીનાર સર્કલ પર આદિવાસી યુવાનો દ્વારા તકતીને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જયપાલસિંહ મુંડા નો જન્મ તત્કાલીન બિહાર અને હાલ ના ઝારખંડ રાજ્યના ખૂંટી જિલ્લાના ટકરા તાલુકાના પહનતોલી નામના ગામમાં ૩જી જાન્યુઆરી ૧૯૦૩ ના રોજ થયો હતો, પિતા આમરુપાહન મુંડા અને માતા રાધામુની ને ત્યાં જન્મેલ જયપાલસિંહ નાનપણથી જ તેજસ્વી અને ચકકોર હતા. જયપાલસિંહ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને ભણવા સાથે અનેક બીજી ઘણી પ્રવ્રુતિઓમાં તેઓ અગ્રેસર રહેતા હતા. ‘ઓક્સફોર્ડ બ્લૂ”નો ખિતાબ મેળવનાર હોકીના તેઓ એક માત્ર આંતરરાષ્ટ્રિય ખેલાડી હતા.

આદિવાસી મહાસભાના મંચ પરથી દુનિયાને પહેલીવાર અમે આદિવાસી છીએ તેમ આદિવાસી શબ્દ નો ઉપયોગ કર્યો હતો, અમે આદિવાસીઓ માટે આદિવાસી શબ્દ સિવાય બીજો અન્ય કોઈ શબ્દ મંજુર નથી તેવી વાત તેમણે કહી હતી. ભારતીય બંધારણમાં આદિવાસીઓનો અવાજ બુલંદ બનાવી સંવિધાન સભામાં સકારાત્મક ઢબે આદિવાસીઓની વાત મુકી હતી. આદિવાસી ઓ તેમજ પછાત વર્ગના લોકો માટે ભારતીય બંધારણમાં યોગ્ય દિશાઓ ચિંધવામાં તેમજ અનેકવિધ ક્ષેત્રે દેશને ગૌરવ અપાવનાર અને રમત-ગમત ક્ષેત્રે દેશ માટે મહત્વનુ યોગદાન આપનાર આદિવાસી નેતાને ઇતિહાસમાં યોગ્ય સ્થાન મળ્યું. જે અન્યાય આદિવાસી યુવાનો ક્યારેય નહિ ભૂલે.