ચીખલી: ગુજરાત સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારના કાયદાઓ ઘડે છે ત્યારે કાયદાના રક્ષક પોલીસ માટે પણ કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હશે ને ? કે ખુલ્લી છૂટ આપવામાં આવી છે ? ગતરોજ ખેરગામ પોલીસ સ્ટેશનના અન્ડરમાં આવતી રૂમલા પોલીસ ચોકીના જમાદાર સતીષભાઈ અર્જુનભાઈ ચોકીના દરવાજાને તાળું લગાવી.. ચોકીને છોડી ગયા રામ ભરોસે ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.

આ ઘટના વિષે Decision News એ લોકો સાથે વાત કરી તો તેમનું કહેવું હતું કે આ તો ગેરકાયદેસર ચાલી રહેલી ગિફ્ટ સિટીમાં હપ્તા ઉઘરાવવા ગયા હશે એટલે ચોકીને ટાળું મારી નીકળી ગયા હશે.. જો આવી જ રીતે જો રૂમલા પોલીસ ચોકીના જમાદાર સતીષભાઈ અર્જુનભાઈ ધોળા દિવસે ચોકીને ટાળું મારી પોતાની મનમાની ચલાવશે તો રૂમલા ગામ અને આસપાસના ગામના લોકો કોના ભરોશે રેહશે. આવા બેદરકાર પોલીસ અધિકારીના લીધે જનતા કાયમ ભોગ બનતી રહશે.

હાલમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચોરી, લૂંટફાટ, જાનલેવા હુમલા, અને મારામારીના કિસ્સાઓમાં વધારો થતો જ જાય છે ત્યારે ખેરગામના રૂમલા પોલીસ ચોકીના દરવાજાને જ ધોળા દિવસે તાળા લગાવી આવા જમાદાર જતાં રેહવું એ શું સાબિત કરે છે ? આવા સમયે જનતા કોના ભરોસે ? જો આવા જમાદાર હોય તો રૂમલા ચોકીના આજુબાજુના ગામના લોકો અસુરક્ષિત છે એમ કહેવામાં ખોટું નથી. હવે જોવાનું એ રહ્યું કે નવસારી પોલીસ વિભાગ આવા બેજવાબદાર જમાદાર પર ઉપરના અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરશે કે જઇશે થે.. ની નીતિ અપનાવશે.

નોંધ: ગતરોજ 05-30 થી 6:00 વાગ્યાની આસપાસ PM સમય દરમ્યાન નો Decision news ના કેમેરા માં કેદ થયેલ ફોટો છે.