વાંસદા: વિકાસ.. વિકાસના બ્યુંન્ગલ ફૂકાતી અને વિકસિત ભારતના રથ લઈને ફરતાં આ સરકારના અધિકારીઓએ એક વખત વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાંની મુલાકાત લેવી જોઈએ.. જીવતાં માણસોને તો સુવિધાનો અભાવ છે પણ માર્યા પછી પણ ગામના લોકો મુશ્કેલી ભોગવે છે એની તસ્વીર છે. જુઓ વિડીયોમાં..
દુબળ ફળિયા ગામના સરપંચ મહેન્દ્ર પટેલ Decision Newsને જણાવે છે કે અમારા ગામમાં વર્ષોથી અમદાડ ફળિયા આવેલ સ્મશાન ભૂમિ પર જવા માટે નદી પર આવેલો કોઝવે અને ખરાબ રસ્તાના કારણે પડતી મુશીબતો વિષે વારંવાર વાંસદાના બહેરા તંત્રને રજુવતો કર્યા હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જેના કારણે રાજકીય નેતાઓ અને વહીવટીતંત્ર સામે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. જો આ સમસ્યાની નિરાકરણ આવનારા દિવસોમાં વહીવટીતંત્ર ન લાવે તો અધિકારીઓના ઓફિસમાં બેસીને ધરણા કરવાની ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે.

            
		








