નેત્રંગ: ડેડીયાપાડાના આદિવાસી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ૭ જાન્યુઆરી 2024ના રોજ નેત્રંગ ખાતે દિલ્હીના CM માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના CM ભગવંત માન સાહેબ વિશાળ જાહેરસભા સંબોધવા આવી રહ્યા છે.
એડવોકેટ જીમ્મી પટેલ જણાવે છે કે આપણે સર્વ લોકોએ મોટી સંખ્યામાં એક દિવસીય હાજરી નેત્રંગ ખાતે આપણા સમાજના યુવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આપવાની છે. ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર લોકોએ એક થઈ તાકાત બતાવવાનો સમય છે.
વધુમાં જણાવ્યું કે આવનારા સમયમાં આદિવાસી સમાજના જળ જંગલ જમીન ની લડત, નકલી કચેરીઓના ભ્રષ્ટાચાર સામેની લડત, બોગસ આદિવાસી દાખલાઓ સામેની લડત, કથળતી શિક્ષણ વ્યવસ્થા સામે ની લડત આપણેજ લડવાની છે.

