ચીખલી: માન.વડાપ્રધાનશ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન “PM-JANMAN” ની શરૂઆત કરવામાં આવેલ છે. જે અભિયાનનો ઉદ્દેશ્ય 75 ખાસ અતિપછાત આદિવાસી આદિમજુથ સમુદાય લઈને ગતરોજ ચીખલીના માંડવખડક ગામમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ “PM-JANMAN” મિશન અંતર્ગત ગુજરાત રાજ્યમાં વસવાટ કરતાં આદિમજુથ સમુદાયના કુટુંબૌને ખુટતી માળખાકીય સુવિધાઓ જેવી કે, આધાર કાર્ડ, આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ, રેશન કાર્ડ, પી.એમ.જન-ધન એકાઉન્ટ, પી.એમ.કિસાન સન્માન-નિધી યોજના, જાતિ પ્રમાણપત્ર, નલ સે જલ યોજના, ગંગા સ્વરૂપા યોજના, નિશધાર વૃધ્ધ સહાય યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિજળીકરણ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, આરોગ્ય કેમ્પ યોજવા જેવી યોજનાઓનો લાભ આદિમજુથ સમુદાયને તેઓના ઘર આંગણે મળી રહે તે છે.

ત્યારે ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં વસતાં આદિમજુથ સમુદાયના કુટુંબોને ખાસ કરીને આરોગ્યને લઈને તમામ સુવિધા મળી રહે અને તેવો વિના સંકોચે પોતાની બીમારીઓનો ઈલાજ કરાવી શકે અને જે આ કેમ્પમાં નહિ આવી શકનાર દર્દીઓ માટે ઘરમાં જ આરોગ્ય સેવા મળી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.