નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકને લઇ મનસુખ વસાવાએ નારાજગી અને રોષ પ્રગટ કરતા કરતા કહ્યું કે બેઠકમાં જનપ્રતિનિધિઓની બોલાવવામાં નથી આવી રહ્યા.. આયોજન મંડળની બેઠક બંધબારણે યોજવામાં આવી રહી છે. જે યોગ્ય નથી.

નર્મદા જિલ્લા આયોજન મંડળે બંધબારણે બેઠક યોજી હતી. જેમાં આકાંક્ષી જિલ્લા માટે ફળવાતી ગ્રાન્ટો, વિદેશમંત્રી જયશંકરની ગ્રાંટો, સૌધી પંચાયતોને મળનારી ગ્રાન્ટો સહીત અનેક વિકાસલક્ષી ગ્રાટોનું આયોજન જિલ્લા કક્ષાએથી થયું અને જેમા કોઈપણ પધધિકારીઓને બોલાવવમાં આવ્યા નહીં. આ બેઠક કે આયોજન માટે જિલ્લા કલેક્ટરે કે આયોજન અધિકારીએ જિલ્લાના પ્રભારી મંત્રીને પણ જાણ કરી ન હતી. નથી, જિલ્લામાં બે સાંસદોને કે ધારાસભ્યોને પણ જાણ નથી કરી, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પ્રમુખો કે નગરપાલિકા પ્રમુખ કોઈને પણ જાણ કર્યા વગર કરોડો રૂપિયાની ગ્રાન્ટનું આધિકરીઓએ સેટિંગ કરી લીધું હોય એવા આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે.

અધિકારી રાજ ચાલી રહ્યું છે નર્મદામાં. અધિકારીઓ મનમાની કરી કામ કરી રહ્યાં છે. એટલું જ નહી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ ગ્રાન્ટના પૈસામાં કટકી કરવા માટે અધિકારીઓ જન પ્રતિનિધિઓને બોલાવવામાં આવતાં નથી એમાં બે મત નથી.