ધરમપુર: ગતરોજ રાત્રીના સમયે ધરમપુર વાંસદા નેશનલ હાઈવે 56 પર આવેલા કરંજવેરી ગામમાં આવેલી માન નદીના પુલ પાસે રસ્તા પર પડી ગયેલા ખાડાના કારણે R15 યામાહા બાઈક સ્પેલન્ડર બાઈક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ધરમપુર-વાંસદા નેશનલ હાઈવે 56 પર આવેલા કરંજવેરી ગામમાં આવેલી માન નદીના પુલ પાસે રસ્તા પર પડી ગયેલા ખાડાના કારણે GJ-26-AF-3131 નંબરની R15 યામાહા બાઈક અને GJ-15-DB-8670 નંબરની સ્પેલન્ડર બાઈક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના રાત્રી દરમિયાન બનવા પામી હતી.

ખરાબ રસ્તાના લીધે હાઈવે પર રાત્રી દરમિયાન થયેલા આ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓ કોણ હતા અને અકસ્માતમાં તેમની સ્થિતિ શું છે એના વિષે સ્થાનિકો પાસેથી માહિતી મળી નથી પણ આ બંને બાઈક ઘટના સ્થળ પર જે તે હાલતમાં પડી છે.