ડેડીયાપાડા: પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ નેહલકુમાર જોષી 27મીએ કોર્ટે ચૈતર વસાવા સહિત અન્ય આરોપીની વધુ રિમાન્ડની અરજી અંશત: મંજૂર કરી છે ત્યારે આજે ડેડિયાપાડા તાલુકાના આદિવાસી યુવા ધારાસભ્ય ચૈતર વસાવા વિતેલા 11 દિવસથી રાજપીપળાની જેલમાં છે.
એવું જાણવા મળ્યું છે કે ચૈતર વસાવાની એક મહિના સુધી જેલમાં જઈ તપાસ અધિકારી અઠવાડિયામાં 2 દિવસ પૂછપરછ કરી શકે છે તેવો કોર્ટેનો હુકમ છે. ડેડીયાપાડા તપાસ અધિકારી પીઆઈ પી.જે.પંડ્યાએ 20 ડિસેમ્બરે રિવિઝન અરજી કરી નર્મદા સેશન્સ કોર્ટમાં પડકારી હતી. નર્મદા પ્રિન્સિપાલ એન્ડ સેશન્સ જજ નેહલકુમાર જોષી સમક્ષ વધુ 10 દિવસના રિમાન્ડ માટેની રિવિઝન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી.
તપાસ અધિકારી અને સરકારી વકીલે રિવોલ્વર રિકવર કરવા અને અન્ય ઘણી હકીકતો બહાર આવી શકે તેમ છે તેથી વધુ રિમાન્ડ મંજૂર કરવા કોર્ટેને દલીલો કરી હતી ત્યાર બાદ ચૈતર વસાવાની પોલીસ એક મહિના સુધી જેલમાં સપ્તાહમાં 2 દિવસ સુધી પૂછપરછ કરી શકે છે તેઓ હુકમ કર્યો હતો.