વલસાડ: કરમખલ ગામમાં એક નિરાધાર આદિવાસી દાદી અને તેમના મન બુદ્ધિ દીકરો આજે ખુબ જ વિકટ અને ગરીબ સ્થિતિમાં જીવનના દિવસો ગુજારી રહ્યા છે ત્યારે ‘જય જલારામ અન્નપૂર્ણા સેવા’ દ્વારા તેમને મદદનો હાથ આપી થોડા દિવસો માટે તેમની ભૂખ સંતોષાય એ માટે અનાજની કીટ પૂરી પાડવામાં આવી છે.
જય જલારામ અન્નપૂર્ણા સેવાના સંસ્થાપક જીતુભાઈ પટેલ જણાવે છે કે નિરાધાર આદિવાસી દાદી તથા તેમના મન બુદ્ધિ દીકરાની સ્થિતિ ખુબ જ દયનીય છે. તેમને કદાચ એક સમય પણ મુશ્કેલથી ભોજન મળતું હશે. તેમને અમે અમારાથી બનતી મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. આપના આદિવાસી સમાજના સેવાભાવી લોકોને પણ અપીલ છે મારી કે આ પરિવારને મદદે આવો.
ભૂખ્યાને ભોજન દેનારાને અંતરમાં કદાચ થોડો સંતોસ કે દાન દેવાનો આનંદ થતો હશે પરંતુ ભોજન પ્રાપ્ત કરનારના અંતરમાં ઈશ્વરનો વ્યક્ત થતો ઉદ્ગાર બહુ શક્તિમાન હોય છે અને એ ઉદ્ગાર ભોજન આપનારને જીવનભર ન્યાલ કરી શકે એવું શાસ્ત્રો કહે છે.