ભરૂચ: જંબુસર તાલુકાના કનગામ ગામમાં પત્રકાર તરીકેની ઓળખ આપી બાઈક પર આવેલા 2 વ્યક્તિ મહિલા ફરિયાદીના ઘરમાં ઘૂસી તેમને ખાટલા જબરજસ્તી પાડી દઈ તેના કપડા ઉતારવાના પ્રયાસ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યાની ઘટના બહાર આવી છે.
પીડાતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યા છે કે બળવંત અશોકભાઈ રાઠોડ અને મનોજ કિરણ રાઠોડ કન ગામના જુના ફળ્યાના રહીશ મહાકાલ લખેલ મોટર સાયકલ ઉપર આવેલ હતા અને ફરિયાદીના ઘરે બારણું ખખડાવતા ફરિયાદી બેને દરવાજો ખોલતા બળવંત રાઠોડ અને મનોજ રાઠોડ બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી ગયા હતા અને બળવંત રાઠોડએ સુવડાવી દઈ ફરિયાદી સાથે શારીરિક અડપલા કરી કપડા કાઢવાની કોશિશ કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી બેનને આરોપીએ બળવંત રાઠોડ પત્રકાર તરીકેની ઓળખ આપી હતી અને ધમકી આપી હતી કે જો આ બનાવ વિષે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખીશ.
આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા આ બંને વ્યક્તિ સામે આબરૂ લુટવાનો અને પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી ધમકી બદલ ગુનો દાખલ નોંધી પોલીસે બંનેની અટકાયત કરી કાન પકડાવી માફી મંગાવી છે અને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.