ચીખલી: હાલમાં નકલી નોટ છાપી ઝડપી રીતે પૈસાદાર થવાનો કિમીયો અજમાવવા જતાં યુવાનો મોટાભાગે પોલીસના હાથે ઝડપાય છે. નવસારીમાં ભૂતકાળમાં પણ કેટલાક કેસ નોંધાયા છે ત્યારે ફરી વાર ચીખલી વિસ્તારમાંથી કલર પ્રિન્ટર પર સ્કેન કરી નકલી ચલણી નોટ વટાવે તે પહેલા જ નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક આરોપીને ઝડપી પાડયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના તલાવચોરા ગામે મોટા ફળિયામાં રહેતો તેજસ સુરેશભાઈ ચૌહાણ પોતાના મકાનમાં કલર પ્રિન્ટર વડે બનાવેલા જુદા જુદા દરની બનાવટી ચલણી નોટ સાથે સ્કેનર મળી આવ્યું હતું નોટ સ્કેન કરી તેને અસલ દેખાય તે રીતે આકાર આપતો હતો. જેમાં તેની પાસે થી 200ના દરની 56 અને 100ના દર ની 6 મળી કુલ 62 થઈ અને ટોટલ 11800ની કિંમતની નકલી ચલણી નોટ મળી આવી હતી. પોલીસે નોટ સ્કેનર મળી ને 10100 નો મુદ્દત માલા સાથે તેને ઝડપી પાડયો છે. તેજસ ચૌહાણ ભૂતકાળમાં કાપડના ધંધા સાથે સંકળાયેલો હતો. ઝડપી રીતે પૈસા કમાવવાની લાલચમાં તેને ભારતીય ચલણી નોટો સ્કેન કરી A – 4 પેજમાં છાપી હતી.

SOG ના જણાવ્યા મુજબ આ નોટો તે બજારમાં વાટાવવાનો પ્રયાસ કરે તે પહેલા જ બાતમીના આધારે ઝડપાઈ ગયો હતો કેસની તપાસ ચીખલી પોલીસને સોંપવામાં આવી છે આ કેસમાં અન્ય આરોપી તેની સાથે સંકળાયેલો છે કે કેમ તે અંગે તપાસ બાદ ખુલાસો થશે.