વાંસદા: પ્રગતિશીલ ખેડૂતોની તાલીમ વાંસદા તાલુકા પંચાયત મા. શાસક પક્ષના નેતા બીપીન માહલાના અધ્યક્ષ સ્થાને વાંસદાના બારતાડ ગામે યોજાઈ હતી. આ તાલીમનું આયોજન કરનાર નવસારી જિલ્લા ખેતી વાડી ઓફિસ તથા નવસારી બાગાયત ઓફિસ દ્વારા કરવામાં આવી હતી.
બીપીન માહલા એ કહ્યું કે જીવન માં આપડે ઘણી બધી પદ્ધતિથી આધુનિક ખેતી કરીએ છીએ પરંતુ આજે આપણો ભારત દેશ તથા આપણા બાજુનો ડાંગ જિલ્લો માં ઓર્ગેનિક ખેતી ખૂબ ખેડૂત મિત્રો કરે છે. આપણે પણ ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ અને ખેતીઓ ઘણા બધા કરે છે પરંતુ એને માર્કેટિંગ મળતું નથી ખરેખર ખેડૂતોને આપણે માર્કેટિંગની તાલીમ વધારે આપવી જોઈએ. જેમકે પેકિંગની તાલીમ, વેચાણ કેવી રીતે કરવું, સ્ટોલ ક્યાં ક્યાં મુકવો જોઈએ તથા બહારના શહેરોમાં કેવી રીતે માર્કેટિંગ મળી રહે એ ઓફિસે દ્વારા ખાસ તાલીમ આપીને આ ખેડૂતોને વિઝીટ કરાવી સ્ટોલનું માર્કેટિંગની ગોઠવણી કરી આપવી જોઈએ. જેમ કે આપડા ગામડાઓમાં દૂધના લીટર ના 25 થી 30 રૂપિયા આપે છે જ્યારે આજ દૂધ શહેરમાં 70 રૂપિયા લે છે તો ખેડૂતોને ખૂબ ફરક પડે છે એવી જ રીતે શાકભાજી પણ ગામડાઓમાં ખૂબ ઓછા ભાવે વેચાણ થાય છે. આજ શાકભાજી પેકિંગ કરીને શહેરોમાં લઈ જાય તો બે ઘણાં પૈસા વધારે હોય છે જેથી આપણે ઓર્ગેનિક ખેતી કે કોઈ અન્ય ખેતી કરીને કે ગાય ભેસના દૂધની બનાવટ માટે એની પણ ખરેખર તાલીમ આપવી જઈએ જ્યાં સુધી આ ખેડૂતો ન શીખાવો ત્યાં સુધી ખેડૂત આગળ આવવાનો નથી મારી ઓફિસરોને નમ્ર વિનંતી છે આ પ્રકારના ખેડૂતોને તાલીમ આપો અને એ લોકોની પ્રગતિમાં ભાગીદારી થાવ તો ખેડૂતોના વિકાસ થશે.
આ ખેડૂતોની તાલીમમાં વાંસદા તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ ચિન્તુભાઈ બીસરા તથા સાત ગામો બારતાડ, ખાનપુર, અંકલાસ, કામળઝરી, સતીમાળ, લાકડબારી, રવાણીયા, પીપલખેડ ના પ્રગતિશીલ ખેડૂતોએ હાજરી આપી હતી

