પ્રતીકાત્મક ફોટોગ્રાફ

ગુજરાત: સોશિયલ મીડિયા પર સરકારી શાળાના શિક્ષકોમાં ચાલી રહેલ ચર્ચા પ્રમાણે વર્તમાન સમયમાં ગુજરાત સરકાર જ સરકારી શાળાના હોશિયાર વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવે તે માટે એક નવી રણનીતિ તૈયાર કરી રહી છે.

રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે પ્રાથમિક કક્ષાએ કોઇ પણ પ્રકારની પ્રવેશ પરીક્ષા ન લેવાનો કાયદો હોવા છતાં ધો.5 માં સરકારે CETની પરીક્ષા લીધી અને તેમાં પરિણામ જાહેર કર્યુ. અને જો મેરિટમાં આવેલો હોશિયાર વિદ્યાર્થી સરકારી શાળામાં જ ધોરણ-6 માં અભ્યાસ ચાલુ રાખે તો રૂપિયા 5 હજારની અને ખાનગી પ્રાથમિક શાળાના ધોરણ-6 માં એડમિશન લઇ લે તો રૂપિયા 20 હજાર શિષ્યવૃત્તિ ખાતામાં જમા થાય છે

એક પ્રાથમિક શિક્ષકે જણાવ્યું કે સરકારી શાળાએ તૈયાર કરેલા ધો.5ના તમામ વિદ્યાર્થી એટલે કે હોંશિયાર વિદ્યાર્થીને અમારી સરકારી શાળાથી નાતો તોડવા માટે વધુ રકમનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જે ખરેખર વાજબી નથી એમ મારુ માનવું છે.