ગણદેવી: થોડા દિવસ અગાઉ મિતેશ હળપતિ નુ અકસ્માત થયુ હતુ અને જેમને મો ના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને એમની પ્લાસટીક સર્જરી કરાવવાની હતી ત્યારે આદિવાસી સમાજ સેવા ગ્રુપની એક પહેલથી સમાજના પરિવારને નવી જીદંગી આપી હોવાની જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજ સેવા ગ્રુપ દ્વારા જે થોડા દિવસ અગાઉ મિતેશ હળપતિ નુ અકસ્માત થયુ હતુ અને જેમને મો ના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને એમની પ્લાસટીક સર્જરી કરાવવાની હોય અને એ સર્જરી આયુષ્માન કાર્ડમાં થતી ન ઘરની પરિસ્થિતિ સારી ન હોય એમની માતા એકલી હોય એવા સંજોગોમાં આદિવાસી સમાજ સેવા ગ્રુપ એમની પડખે ઊભી રહી રુપિયા 36,101 નું દાન કરી આદિવાસી સમાજમાં જે માનવતા મહેકાવી છે

આ મુશ્કેલ પરિસ્થિતિમાં પીડિત પરિવારને સાથ આપનારા આદિવાસી સમાજ સેવા ગ્રૂપનો પરિવારના સભ્યોએ હદયથી આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજમાં આવી વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા પરિવારોને હંમેશા મદદરૂપ બનવા અપીલ કરી છે.