અમદાવાદ: ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને સમતા અને વિકાસ સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત “ગુજરાતનું આદિવાસી સાહિત્ય: સ્વરૂપ અને દિશા” વિશે બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થયું હતું.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે 22/23-12-2023 શુક્ર- શનિવારના રોજ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને સમતા અને વિકાસ સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત “ગુજરાતનું આદિવાસી સાહિત્ય: સ્વરૂપ અને દિશા” વિશે બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષ શ્રી સંજય પ્રસાદ,(IAS રાજ્ય ચૂંટણી કમિશનર, ગાંધીનગર) તથા શ્રી ડૉ. એસ મુરલી કૃષ્ણા, (IAS અગ્ર સચિવશ્રી, આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર) ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પ્રંસગે તૃતીય બેઠક બાદ સાંજે કવિ સંમેલનમાં “સર્જનાત્મક સાહિત્યકારોની કેફિયત”માં રોશન ચૌધરીએ પોતાનું વકતવ્ય આપ્યું હતી અને પ્રા.કાનજી પટેલ, વિદ્યુત જોશી, ભીલ સમાજમાં ગોઠિયો અને ગોઠિયણના પ્રણય ગીતો સાથે ડૉ.ભગવાનદાસ પટેલ વિદ્વાનોને સાંભળવાની મજા શ્રોતાઓએ લીધી હતી. આ પરિસંવાદના સંયોજક ડૉ. રાજેશભાઈ હતા.

