ઉમરગામ: ગતરોજ ઉમરગામના લસંજારમાં વારોલી ખાડીના પુલ પરથી 11 વર્ષની પુત્રી સાથે એક માતાએ મોતની છલાંગ લગાવી હતી. જેમાં માતા અને પુત્રી બંનેનું મૃત્યુ થયાની ઘટના બનવા પામી છે. આ મુદ્દે હકીકત જાણવા ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ સંજાણ નજીકથી પસાર થતી વારોલી ખાડીના પુલ પરથી ગાંધી ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાની 11 વર્ષની પુત્રી સાથે મોતની છલાંગ લગાવી હતી જેને બચાવવા પતિએ પણ નદીમાં કુદતા જોતા પતિ પણ બંનેને બચાવવા નદીમાં કૂદ્યો હતો પણ કૂધો હતો. પણ માતા-પુત્રી બચાવી શક્યો ન હતો.
પાણીમાં કુદેલા માતા-પુત્રીની શોધખોળ કરવા છતાં પણ મળ્યા ન હતા. કલાકોની જહેમત બાદ માતાનો મૃતદેહ મળી આવ્યો હતો અને પુત્રીની શોધખોળ કરવા મોડી રાત સુધી ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયોની મદદથી પ્રયાસો હાથ ધરવામાં આવતાં મોડી રાત્રે પુત્રીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. આમ પરિવારમાં બનેલી ઘટનાને કારણે ગમગીનીનો માહોલ છવાયો છે. હજુ સુધી માતા-પુત્રીની નદીમાં મોતની છલાંગ લગાવવાનું કારણ અકબંધ છે.











