ધરમપુર: ગતરોજ વલસાડ જિલ્લામાં ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે ધરમપુર પ્રાંત અધિકારી સાહેબશ્રી, DYSP સાહેબશ્રી એ.કે.વર્મા,ધરમપુર મામલતદાર શ્રી વસાવા સાહેબ, CPI શ્રી સૂરજ વસાવા સાહેબની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગનું ધરમપુર PSI સાહેબશ્રી પ્રજાપતિ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
Decision News ને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં પ્રાંતશ્રી એ દરેક તહેવાર માં કોમી એકતા જળવાઈ રહે અને બીજી અનેક મહત્વ ની બાબતો અંગે સમજણ આપી હતી, DYSP શ્રી એપોલીસ ની કામગીરી અંગે અને ખાસ કરીને નાતાલ કે અન્ય તહેવારો માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પોલીસ પ્રજાની મિત્ર છે એઓ જાહેર માં રજુઆત ન કરી શકતા હોય તો રૂબરૂ મુલાકાત કરી ને રજુઆત કરવાની વાત કરી હતી
કલ્પેશ પટેલ જણાવે છે કે મારા દ્વારા ધરમપુર થી અન્ય જગ્યાએ રોજગારી માટે જતા લોકો ને લાઇસન્સ ન હોવાને કારણે દંડ આપવામાં આવતો હોય છે પરંતુ RTO ને સાથે રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં લાઇસન્સ બાબતે કેમ્પ કરવામાં આવે તો ઘણા અમારા આદિવાસીઓને લાભ માળી શકે,અને ધરમપુર ખાતે બાયપાસ ખાતે રોડ પર જે રાત્રી દરમ્યાન કચરો ફેંકવામાં આવે છે એમને દંડ કરવો જોઈએ,અને ધરમપુર ના જંગલ વિસ્તારમાં ગામોમાં બોગસ ડૉ. નો રાફડો ફાટી નિકળિયો હોય જેના કારણે અમારા ગરીબ આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાની રજુઆત કરી હતી આ કાર્યક્રમમાં નાનાપોઢા PSI શ્રી N C સગર સાહેબ, કપરાડા PSI શ્રી,અને મોટી સંખ્યામાં ધરમપુર કપરાડા અને નાનાપોઢા વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા

