વલસાડ: જાહેર સ્થળો પર નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ થી વલસાડ જિલ્લ્લાના અલગ અલગ જાહેર સ્થળો, પ્રાથમિક, માધ્યમિક શાળા તેમજ ગામડાઓમાં જઈને “વ્યસન મુક્તિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ નશાબંધી અને આબકારી વિભાગ વલસાડ તેમજ લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શેરી નાટક દ્વારા ‘વ્યસન મુક્તિ’ કાર્યક્રમનો આજથી આરંભ કરવામાં આવ્યો. જેમાં વ્યસન મુક્તિના નાટક, ફિલ્મ દર્શન તેમજ પોસ્ટર પ્રદર્શન દ્વારા જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. નશાની બદીમાં સપડાયેલ વ્યકિત પોતે તો બરબાદ થાય છે, જ પણ ધીરેધીરે આખો સમાજ તેમાં ફસાઇ પડે છે.
આ તમામ દૂષણોથી સમાજને બચાવવા અને લોકોમાં નશાની બદીથી થતા ગેરફાયદા સમજાવવા તેમજ કાયદાઓ અને સજા વિશે જાગરૂકતા લાવવા નાટક, પોસ્ટર, ફિલ્મ બતાવી લોકોને જાગૃત કરવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

