ડાંગ: એક દિવસ પહેલા સાપુતારાના સનરાઇઝ ડુંગર પર હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં પધારેલા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાનીના આદિવાસી સમાજમાં મહીસા તરીકે ઓળખાતા છોટુ વસાવા વિષે વિવાદાસ્પદ નિવેદન આપતાં આદિવાસી વિસ્તારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મંત્રી ધર્મેદ્ર ભવાનીએ આદિવાસીઓને ગુમરાહ અને ધર્માંતરણ કરતા હોવાનો આક્ષેપ કરી ઝઘડીયાના આદિવાસી મસીહા છોટુ વસાવા અને તેમનો પુત્ર મહેશ વસાવાને પ્રાણી’ની ઉપમા આપી છે. તેમણે કહ્યું આદિવાસીઓ પહેલાથી જ સનાતન હિન્દુ ન હોત તો ભગવાન રામ રામ ને શબરીએ એંઠા બોર ન ખવડાવ્યા હોત. આદિવાસીઓ સપ્તશ્રુંગી માતા, દેવમોગરા માતાની પૂજા ન કરતો હોય ત્યારે તેમણે આદિવાસી લોકોને ભોળવાઈ ધર્માંતરણ બંધ કરાવવા માટે VHP કાર્યક્રમ કરશે.

ત્યારે હવે આદિવાસી વિસ્તારોમાં એવી માંગ ઉઠવા લાગી છે કે ધર્મેદ્ર ભવાની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ આકરા પગલાં ભરવામાં આવે અને એમ નહિ થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આમ આ વિવાદ લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે.

BTPના ડાંગના પ્રમુખ નિલેશ ઝાંબરે જણાવે છે કે અમારા મસીહા છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરી વિવાદ છેડ્યો છે. તેમની સામે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.અને અમે તમામ જિલ્લાઓમાં ધર્મેદ્ર ભવાનીના પૂતળા દહન કરીશું.

ડાંગ કોંગ્રેસના પ્રમુખ મુકેશભાઈ પટેલએ આ મુદ્દે કહ્યું કે અમારા ડાંગમાં 98 ટકા આદિવાસી વસ્તી છે અને અમે સૌ ભેગા મળી શાંતિથી તહેવાર માનવતા હોય છે પરંતુ હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ વચ્ચે ભાજપ અને RSS ભેગા મળી શાંત વાતાવરણને ડહોળી અને શાંતિ બગાડવાની, આદિવાસીઓને લડાવવાની હીન કોશિશ કરી રહ્યું છે જે અમે હવે ચલાવી લેશું નહિ.