ભરૂચ: આદિવાસી સમાજના નેતા છોટુ વસાવા પર અભદ્ર ટિપ્પણી બદલ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ હેઠળ અને દેશદ્રોહ સહિત કાર્યવાહી કરવા રાજ્યપાલને સંબોધીને જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં આદિવાસી સમાજને ધર્મના નામે ગેરમાર્ગે દોરી વિવાદ ઊભા કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર ને રાજ્યપાલ ગુજરાત ને સંબોધીને ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના દ્વારા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ જેમાં જણાવાયું છે કે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની એ આદિવાસી સમાજને વનવાસી કહીને સંબોધતા, જે આદિવાસીઓની જે આદિવાસી તરીકેની ઓળખ એને ભૂંસી નાખવા માટેના ભાગરૂપે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આદિવાસી વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં આગળ જણાવ્યું છે કે આ યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની એ આદિવાસી સમાજના નેતા અને ઝઘડિયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને દેડિયાપાડાના પુર્વ ધારાસભ્ય મહેશભાઇ વસાવા ઉપર ગંભીર આક્ષેપ કરી ટીપ્પણી કરી એમને પ્રાણી કહી અપમાન કરેલ છે અને એમના આદિવાસી સંગઠન ને સમર્પિત સમર્થકોને ગીદડોનુ ટોળું જેવા શબ્દોનો ઉપયોગ કરી માનસિકતા ક્ષતિ કરી હતી અને બેફામ વાણી વિલાસ કરીને આદિવાસી સમાજને અપમાનજનક શબ્દો કહી અપમાન કરેલ છે તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું છે કે આ ઈસમ દ્વારા આદિવાસી સમાજના લોકોને હિન્દુ ધર્મના નામે ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેમકે? સુપ્રીમ કોર્ટ અને ગુજરાત સરકાર પણ માને છે કે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમાજના લોકોને કોઈ પણ ધાર્મિક દરજ્જા સાથે કંઈ લાગતું વળગતું નથી, તે કોઈ પણ ધર્મ પાળવા સ્વતંત્ર છે. એકબીજા સાથે હળીમળીને એકજુથ થઈને શાંતિથી રહે છે. જે આવી નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા લોકો બેફામ વાણી વિલાસ કરીને આદિવાસી વચ્ચે ધર્મના નામે ભાગલા પાડીને વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે જેથી દેશની એકતા અને અખંડિતતા ને નુકસાન પહોંચાડનારા લોકો સામે એટ્રોસિટી એક્ટ ૧૯૮૯ અંતર્ગત ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા મોટાપાયે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.