સાગબારા: ગતરોજ ભરૂચ ખાતે એક વસાવા સમાજના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાંતિકર વસાવાએ પણ ભાગ લીધો હતો અને તેમણે સમાજના કેટલાંક ઝળહળતાં મુદ્દાઓ પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું જેને લઈને કેટલાંક અસામાજિક તત્વો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા ને લઈને હુમલા ખોરો અને પોતાના ચાહકોને લઈને એક પત્ર લખી એક સંદેશ પાઠવ્યો છે..
સંદેશ પત્ર
સૌ મિત્રો, વડીલો, બહેનો ને જય જોહર
આપ કી જય.
હું ડો. શાંતિકર વસાવા ઍક દમ સહી સલામત છું. ઍટલે મને મળવા આવવાની કોઈ જરૂર નથી. એમ પણ 31 ડિસેમ્બર સુધી નર્મદા જિલ્લામાં ધારા 144 લાગી છે એવું મેં સાંભળ્યું છે. ગઈ કાલની વસાવા સમાજની બલેશ્વર ખાતે મારી સ્પીચ થી કોઈને દુઃખ થયું હોઈ તો માફી માંગુ છું. મારા ભાષણ ને લીધે મારી ગાડી પર નેત્રંગ ચોકડી ખાતે હુમલો થયો એ વાત સાચી છે. પરંતું હું સહી સલામત છું. મારા ભાષણ નું હું ફરી થી વિશ્લેષણ કરવા માગતો નથી. છેલ્લા 73 વર્ષ થી સંવિધાન માં આરક્ષણ દ્રારા જે રાજકીય, શૈક્ષણિક પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું એમાં એમાં આપણે કયાં નબળા પડયા એની વાત મેં કરી છે.
મારી પર હુમલો કરવા વાળાને હું ઓળખું છું. મારે એમના પર કોઈ કાર્યવાહી નથી કરવી. કોઈ લોભ લાલચ ને લીધે એ લોકો રસ્તો ભટકી ગયા હોઈ એવું લાગે છે. એમને મળીને રસ્તો બતાવવા ની કોશિશ કરીશું. કુદરત એમને સદ્બુદ્ધિ આપે. રહી વાત મારી તો સુખી, સમૃદ્ધ જિંદગી ને છોડીને સામાજિક કામને સ્વીકાર્યું છે. જાણીએ છીએ કે રસ્તો કઠીન છે. માર પણ ખાવું પડે અને મોત પણ આવી સકે ઍટલે માથે કફન બાંધીને ફરીએ છીએ. મરતે દમ તક સામાજિક જાગૃતિ માટે કામ કરતા રહીશું.
ફરીથી માફી અને આભાર સાથે સૌને
આપ કી જય
જય જોહર.
આપ સૌનો
શાંતિકર વસાવા

