વાંસદા: સ્ત્રી ભૂણ હત્યા રોકવા માટે કર્ણાટકથી આવેલ શ્રી ચનેશ એમ જકાલીએ કન્યાકુમારીથી દિલ્હી સુધીની પદયાત્રા કરી ભારતના તમામ રાજ્યોની સરકારોને સ્ત્રી ભુંણ હત્યા રોકવા અને સ્ત્રી ભૂણ હત્યા રોકવા માટેના બનાવેલ કાયદાનું પાલન થાય તે માટે કડકાઈથી અમલવારી કરવામાં આવે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે આ પદયાત્રા યોજેલ

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ તેંઓની આ પદયાત્રા 10 ડિસેમ્બરે 2023ના રોજ દિલ્હીમાં સંસદ ભવન ખાતે પહોચેલા અને ત્યાં હાજર સંસદ સભ્યોને તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મુતી ઈરાનીને મળેલા અને ત્યાર બાદ વડા પ્રધાનને પણ તેઓંનો ડ્રીમ પોજેકટ સ્ત્રી ભૂણ હત્યા રોકવા માટેનાં પ્રોજેક્ટની કોપી પણ વડા પ્રધાન શ્રી મોદી સાહેબને આપી હતી દિલ્હીથી પરત તેમના વતન કર્ણાટક તરફ જવા રવાના થયા હતા તેંઓ ગુજરાતમાંથી પસાર થતા તેઓંના સમ વિચારક અને સામાજિક કાર્યકર્તા વાંસદાના હનુમાનબારી ઓંમ નગર સોસાયટીમાં રહેતા શ્રી દિનેશભાઈ સી વેગડાની મુલાકાત લીધી હતી અને તેઓંના ત્યાં તા.17/12/2023ના રોજ રોકાયા હતા

તે દરમ્યાન દિનેશભાઈ વેગડાના સાથી મિત્રોનાં પરિવાર જનો સાથે વાંસદાથી ઇસ્વા સંસ્થાના ડીરેક્ટર શ્રી કમલેશભાઈ સોલંકી, ગોડથલથી શ્રી મુકેશભાઈ યુ પટેલ,કુરેલીયાથી માં આશાપુરા એગ્રોના માલિક શ્રી રાજેશભાઈ સી પટેલ વગેરેઓએ પદયાત્રી ચન્નેશભાઈનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને દિનેશભાઈના પરિવારે સ્ત્રી ભૂણ હત્યા રોકવા માટેના વિચારોને વેગ મળે અને તેઓનાં વિચારોને આગળ વધારવા માટે તમામ પ્રકારે સહયોગ આપવા માટેની તેયારી બતાવી અને ગાંધીનાં રેટીયા સાથેની મુમેન્ટ ભેટ આપી સામાંનીત અને પોત્સાહિત કર્યા હતા.