વલસાડ: ગોયમાં ગામે છેલ્લા કેટલાક સમય થી પાવર પ્લાન નો સ્થાનિક આદિવાસી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે અનેક વખત દેખાવો અને વિરોધ કરતા હોય છે ત્યારે ગત રોજ પાવર પ્લાન્ટની કામગીરી બંધ કરાવવા છતાં ત્યાં મોટા મશીનો લાવવાની વાત સામે આવતા ગોયમાં મંદિર જલારામ મંદિર પાસે આજે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રોડ ઉપર બેસી ચક્કા જામ કરી દેતા પોલીસ દોડતી થઈ હતી

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ઘટના સ્થળે પારડી PSI તેમજ DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને લોકોને સમજાવવા પ્રયતન કરતા જોવા મળ્યા હતા ઘટના અંગે જાણ થતાં આદિવસિ સમાજના અગ્રણી અને મહિલા સામાજિક કાર્યક્રમ ફૂંજાલી પટેલ પણ સ્થળ ઉપર લોકોના સમર્થન માટે પહોંચ્યા હતા. જોકે બાદમાં DYSP એ કે વર્મા, PSI સોલંકી, તેમજ પારડી PI એ દરમ્યાનગીરી બાદ લોકોનો રોષ થાળે પડતા આખરે મોટુ ટ્રાન્સફરમેર જવા દેવામાં આવ્યું હતું

440 વોલ્ટને કન્વર્ટ કરતું મહાકાય ટ્રાન્સફરમર છેલ્લા બે દિવસ થી પાવર સ્ટેશન સુધી લઈ જવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ સ્થાનિકોએ વિરોધ જોતા પાવર સ્ટેશનના કર્મચારીઓએ જ તાત્કાલિક કામગીરી અટકાવી દીધી હતી