કપરાડા: પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાના કેસમાં પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી કરવામાં આવી તેમાં ચૈતરભાઈ માટે ઢોંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા શબ્દોનો ઉપયોગ કરવો એ એક આદિવાસી સમાજના લોકનેતા માટે ખૂબ જ વાંધાજનક બાબત છે આ મુદ્દે વલસાડના આપ પ્રમુખ જયેન્દ્ર ગાંવિત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે..

આવો જોઈએ વિડીયોમાં..

તેમણે વધુમાં કહ્યું કે આ ફક્ત ચૈતરભાઈ વસાવાનું જ અપમાન નથી પરંતુ આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, કારણ કે આદિવાસી સમાજે 1,00,000થી વધુ વોટ આપીને ચૈતરભાઈને વિધાનસભામાં બેસાડ્યા છે. તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા ઢોંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કોઈપણ રીતે યોગ્ય નથી.