ડેડીયાપાડા: આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ 40 દિવસ ભૂગર્ભમાં રહ્યા પછી ગઈકાલે પોલીસ સામે જાતે હાજર થઇ ગયા હતા ત્યાર બાદ આજે દેડિયાપાડાથી રાજપીપળા LCBમાં પૂછપરછ માટે લવાયા હતા અને પોલીસે ડેડિયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કર્યા હતા.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ચૈતર વસાવાની તરફેણમાં ડેડિયાપાડા કોર્ટમાં વકીલ તરીકે લડી રહ્યા છે જ્યારે સરકારી વકીલ મુકેશ ચૌહાણ સરકારની તરફેણમાં દલીલ કરી રહ્યા છે. કોર્ટમાં 30 મિનિટ સુધી દલીલો ચાલી હતી. ડેડિયાપાડા પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે.
ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાની દલીલ પેસ કરતાં કહ્યું કે આ કેસ ખોટો છે. જો કેસ સાચો હોય તો હવામાં ફાયરિંગ કરી અને પૈસા લીધા તેના પુરાવા લાવો. અને મોડી FIR કેમ કરી ? પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માગ્યા હતા તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.