કપરાડા: સરકારના વિકાસના કામોની બ્યુગલ ફૂકતા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ખરેખર જગ્યા પર કામ થયું છે કે નહિ તે જોવા ગયા હશે ખરા..? કપરાડા તાલુકાના અંતરયાળ વિસ્તારમાં આવેલું ભુરવડ ગામ આઝાદીના આટલા વર્ષો પછી આજે પણ અનેક સુવિધાઓ થી વંચિત છે.

Decision News ને ભુરવડ ગામના જ વડપાડા ફળિયાના ચૌધરી દિનેશ એસ. માહિતી આપતા જણાવે છે કે આજે પણ કપરાડાના બિલધરી, કૌચા, કરચોડ, જવું હોય તો પગ પાળા જવુ પડે છે. બીજી તરફ ભુરવડ ગામના આગેવાનો એમ કહે છે કે ભુરવડ થી D&N બિલધરી સુધીનો રસ્તો ગુજરાત સરકાર તરફ થી પાસ થઈ ગયો છે. પણ બનાવવામાં આવતો નથી. જો ભુરવડ થી બિલધરી સુધીનો રસ્તો જલ્દી બની જાય તો કપરાડા તાલુકાના 30 થી 40 ગામેને લાભ મળશે.

આ રસ્તાઓની સ્થિતિના કારણે ચોમાસા દરમિયાન કોઈ પણ ડિલિવરી વાળી મહિલા, બીમાર વ્યક્તિ જલ્દી થી ખાનવેલ, સેલવાસ હોસ્પિટલ માં લઇ જય શકાશે.. બીજી તરફ કપરાડા તાલુકાના ગરીબ વર્ગ યુવાનો મોટા ભાગે સેલવાસ, ખાનવેલ, ખરેડી કંપનીમાં કામ કરવા જતા હોય છે. પણ રસ્તાનો અભાવ હોવાને કારણે ગોળ-ગોળ ફરીને ગામ સુધી આવવું પડતું હોય છે. જો ગુજરાત સરકારના વલસાડના અમારા મંત્રીઓ અને ધારાસભ્યો ઇચ્છે તો આ રસ્તાની કામગીરી શરુ કરાવી શકે એમ છે પણ એમને માત્ર વાત કરવામાં રસ છે કામ કરવામાં નહિ એમ લાગે છે. હવે જોઈએ અમને ક્યારે માળખાકીય સુવિધાઓ આપે છે મારા આ નેતાઓ.. જો રોડ નહિ બનાવી આપે તો ગામમાં ઘુસવા નહિ દઈએ.. એ પાકું છે.