સેલવાસ: દાદરા નગર હવેલીની પ્રાથમિક ગુજરાતી શાળા ફણસપાડા–પાટીમાં 14 વર્ષ કરતા નાની ઉમરના બાળકો ખો-ખો ની રમત કુમાર અને કન્યા, કબડ્ડી કન્યા, ટપ્પા દોડ કુમાર અને કન્યા ઉંચી કૂદ કન્યા ફાઈનલની રમતમાં વિજેતા બન્યા છે.
જુઓ વિડીઓ…
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ગતરોજ દાદરા અને નગર હવેલીમાં જૂથ કક્ષાએ 14 વર્ષ કરતા નાની ઉમરના બાળકોની વિવિધ રમતો રમાઈ હતી. જેમાં પ્રાથમિક ગુજરાતી શાળા ફણસપાડા – પાટીના બાળકો, ખો-ખો ની રમત કુમાર અને કન્યા, કબડ્ડી કન્યા, ટપ્પા દોડ કુમાર અને કન્યા ઉંચી કૂદ કન્યા ફાઈનલની રમતમાં વિજેતા થયા હતા.
શાળાને ગૌરવ આવનારા બાળકોની રમત પાછળ શાળાના મુખ્ય શિક્ષિકા બહેન, શ્રીમતી નૂતનબેન માર્ગે, સહાયક શિક્ષક શ્રી વિજયભાઈ પટેલ, મનોજભાઈ બોરસા, પ્રિતેશભાઈ પટેલ, શ્રીમતી, હેમલત્તા બેન, રેખાબેન, પ્રવિણાબેનના માર્ગદર્શન રહ્યું હતું.