કપરાડા: જિલ્લા પંચાયત હસ્તકની ઓઝરડા બારી ફળિયા પ્રાથમિક શાળામાં સહ અભ્યાસિક પ્રવૃત્તિ વનભોજન યોજાયું હતું. શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને વર્ષના અંતે સામુહિક ભોજન કરવાની પ્રવૃત્તિ સાથે શાળા કક્ષાએ વનભોજન યોજવામાં આવ્યું હતું.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ પ્રવૃત્તિ સાથે બાળકોમાં સમુહભાવના, એકરાગીતા, સ્વચ્છતા, સ્નેહભાવ જેવા ગુણોનો વિકાસ થાય એ અનુસંધાને આયોજન કરવામાં આવ્યું હતું. વનભોજનમાં બાળકોને દાળ, ભાત, શાક, ખમણ, જલેબી અને સલાડ પીરસી ભોજન કરાવ્યું હતું. શાળાના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દરમ્યાન માંડવા CRC co. હિતેશભાઈ ગાગોડા, માંડવા કેદ્ર શિક્ષક, આચાર્ય રાજેશભાઇ પટેલ, સુરેશભાઈ મિશાળ, મિલનભાઈ, શીતલભાઈ, ઓઝર ફળિયાના આચાર્ય અમૃતભાઈ પટેલ, તેજશભાઈ પટેલ મુખ્ય શાળાના આચાર્ય કાંતિભાઈ ગાયકવાડ,ગીરીશભાઈ, વાલીઓ, એસેમસી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

શાળા પરિવાર ઓઝરડા બારી ફળિયાના આચાર્ય બાબુભાઇ ચૌધરી, સુધાબેન ચૌધરી, મહેન્દ્ર કુમાર પટેલ, બ્રિજલબેન પટેલ, જયેશભાઇ ભુસારા અને ચંદ્દુભાઈ જાદવ આયોજન હાથ ધરી સફળ બનાવ્યું હતું.