વાંસદા: ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ સાથે સહભાગિતા, સંકલન સાથે ” આરોગ્ય ” કાર્યક્રમ દ્વારા વાંસદાના ૧૦ ગામો ઉનાઈ, ખાનપુર, ચોંઢા, અંકલાછ, ધોડમાળ, મોળઆંબા, પિપલખેડ, લીમઝર, કણધા અને મોટી વાલઝરમાં તારીખ ૪થી ડિસેમ્બર ૨૦૨૩ થી ૧૩મી ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન જે બાળકોના પોષણ સ્તરમાં સુધારો આવ્યો એ બાળકોને ધ્યાનમાં લઈ આ બાળ તંદુરસ્ત હરીફાઈ કરવામાં આવી હતી જેમાં એ લોકોને પ્રોત્સાહન મળે એમણે શું પ્રયત્ન કર્યા એમણે જોઈ બીજા બાળકોના માતા પિતાને પ્રોત્સાહન મળે એ સંદર્ભમાં બાળતંદુરસ્ત હરીફાઈ ની ઉજવણી કરવામાં આવી.
DECISION NEWS ને મળેલમાહિતી મુજબ લાભાર્થીઓ, બાળકોના માતા-પિતા, ગામના આગેવાનો, આરોગ્ય વિભાગમાંથી નર્સ, આશા, તેમજ CHO, આઈ.સી. ડી.એસ. વિભાગમાંથી મુખ્ય સેવિકા આંગણવાડી વર્કર, હેલપર આમ કુલ ૧૫૬૬ લોકો સહભાગી બન્યા હતા. બાળકના જીવનમાં પોષણ નું મહત્વ, બાળકનું ઉંમર પ્રમાણે વજન કેટલું વધવુ જોઈએ અને કેમ વધવુ જોઈએ એની સમજ ગ્રોથ ચાર્ટ દ્વારા આપવામાં આવી.
તેમજ જે બાળકોના પોષણ સ્તરમાં સુધારો આવ્યો છે એવા બાળકોના વાલી સાથે ચર્ચા (સંવાદ) કરી બીજા બાળકોના વાલીઓને પ્રોત્સાહિત પૂરું પાડવા કઈ કઈ સંભાળ અને કાળજી લીધી અને ખોરાક અંગે શુ કાળજી લીધી તેની ચર્ચા કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ પોષણ સ્તરમાં સુધારો આવ્યો એવા બાળકોને પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરી પોષ્ટિક નાસ્તો આપી બાળ તંદુરસ્ત હરીફાઈ ની ઉજવણી કરવામાં આવી હતી.