વઘઈ: S S માહલા કોલેજ વઘઈના સંચાલક શ્યામ માહલા ગુજરાત સરકારનાં નિતિ- નિયમો છેદ ઊડાવી ગ્રામ ૫ચાયત, તાલુકા પંચાયત, માલતદાર અને જિલ્લા કલેકટર માંથી કેમ્પસની જમીન એન.એ અને બિલ્ડીંગોની બાધકામની પરવાનગી લીધી નથી અને ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવી રહ્યા હોવાની લોકચર્ચા ઉઠી મળી રહી છે.
લોકચર્ચા અનુસાર વધઈ તાલુકાનાં ચિચિનાગાવઠા ગ્રામ પચાયતનાં કુકડનખી ગામમાં સંચાલક શ્યામ મહાલા ખાનગી એસ. એસ.માહલા કોલેજની શરૂઆત કરી છે આ કોલેજમાં નસીંગનો અભ્યાસ ચલાવવામાં આવે છે કોલેજનાં સંચાલક શ્યામ મહાલા સરકારનાં નિતિ-નિયમોને નેવે મુકી આદિવાસી ખેડુતની જમીનમાં NA કર્યા વિના આદિવાસીની જમીન ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવી દીધુ. સંચાલક શ્યામ મહાલાએ ગ્રાઊન્ડ ફલોર સાથે બે માળનું બિલ્ડીંગ બનાવવા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે મામલતદાર કે જિલ્લા કલેકટર વિભાગ કોઈપણ પ્રકારની પરવાનગી લીધી નથી સીધું બે માળનું પાકુ ગેરકાયદેસર બિલ્ડીંગ તાણી દીધું છે.
ચિચિંનાગાવઠા ગ્રામપચાયતનાં સરપંચ સંકેતભાઈ બંગાળ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું એસ.એસ.માહલા નામની કોલેજ કે બિલ્ડીંગનાં બાધકામની પરવાનગી માટે અરજી આવી નથી જો સંચાલકો દ્રારા ગેરકાયદેસર બાધકામ થયેલ હોય તો તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ મુદ્દે ડાંગ જિલ્લા કલેકટર નોટીશ ફટકારી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.

